કિસી હસીં મહેબુબા કે દર પે મર કે દેખે. *** કેવો કોપ્યો આ કાળ જે કોળિયો કરી ગયો, આતંકવાદી જે હતા તેમનેય ભરખી ગયો. *** વતનની યાદ આવે છે ને ભલે રુએ છે આંખડી, માયા ડોલરની છૂટતી નથી શી દશા છે આપડી! *** સંગે રહેવાનું મન હતું પણ જાતે વહોર્યો વનવાસ, ડોલર પાછળ દોડિયા, પછી ક્યાંથી મળે સહવાસ? *** ઉજાગરા બહુ રે કીધા, કીધા બહુ પરયાસ, ભગ્યમાં હતું તે પામીયા, વધુની શું આશ?
*** અમે આવ્યા’તા આશ લઈને, રહેશું રે સંગાથ, તમે પરવરિયાં અમને મેલી રેઢા છોડી સાથ. *** વાદળ તો વરસ્યાં નહીં, વીજ ન ભરખી અમ જાત, સાજણ વીણ અમે રહ્યા મઝધાર, શું દિ ને શી રાત? *** વાયરા આવે વતનથી, લઈને નીતનીત રૂડા સંદેશ; આંખડી અમારી છતાંય રોતી, લાગે ન મન પરદેશ. *** સાજણ સમણાં નેણમાં, હૈયે ભર્યો વિજોગ, ક્યારે રે આવશે સાજણ મળવાનો સંજોગ. *** For more poems please log on to.
શોધીએ છીએ ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ, ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ. કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ, ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.
ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય, કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ. વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે, હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ. કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ, હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ. કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે, એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ. સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે, એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?
સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ? *** વનીવનીના છંદ કરવા શોભે નહીં સાહિત્યકારને એમ સમજી અછાંદસ કવતા કવિ આજના. *** દુશ્મનોનાં વાકબાણો હવે અમને ડરાવે શું? અમૃત મૂકી એકપા અમે વખની આદત પાડી છે. *** સ્નેહી ક્યમ અળગાં થયાં, મને સમજાયું આજે, જીભ મારી અગનનો ભડકો પાસ આવે એ દાઝે. *** ના હું માલદાર નથી, દેવાદાર છું, તને ખબર તો છે, સ્મિત તારું: વર્ષોથી માગી ગયો છું પણ એ પરત કરી શક્યો ક્યાં છું? *** પ્રેમની જીકર નહોતી કરી બસ એ જ ખ્યાલથી, કે તું હા કહે કે ના કહે, લોકો તને બદનામ કરી દેશે.
*** સ્નેહીઓમાંથી દુશ્મનોની કરી જો બાદબાકી તો મનમાં થયું હવે જીવડા જીવ્યાથી મરવું ભલું. *** રહે માછલીઓ સંપથી એક્વેરિયમની માંય, મધ દરિયે બાઝી મરે, મને કેમે ન સમજાય. *** દીવા નીચે અંધારું ને દીવા ઉપર મેંશ જગને અજવાળે તોય ન ભાળે દિન ઉજેશ. *** આંખે એની સાગર લહેરાય છલકે તો આંસુ થાય, હૈયે એને ભલે અગન બળતો છલક્યે હૂંફ વરતાય. *** અમે વરસાદી વાદળ સાજન તમે અષાઢી વીજ, થઈ કટારી હૈયે ભોંકાયાં કેવી રે તમારી આ રીસ? *** ___Jayanti.